પંચમહાલ જીલ્લામાં શ્રદ્ધાભેર શીતળા સાતમની ઉજવણી કરાઈ

પંચમહાલ જીલ્લામાં શીતળા સાતમની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી નગર અને તાલુકામાં આવેલ મંદિરોમા માટી માથી બનાવેલ શીતળા માતાની પ્રતિમાની મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી.

પંચમહાલ જીલ્લામાં શીતળા સાતમની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના અંધારી ભાગોળમાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિર, સિંધી ચોકડી વિસ્તારમાં આવેલ વૈધનાથ મહાદેવ અને કેદારેશ્ર્વર મહાદેવ સહિત અન્ય મંદિરોમાં માટી માંથી બનાવેલ શીતળા માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરવા માટે સવારથી મહિલાઓની ભીડ જોવા મળી હતી. માટી માંથી નીર્મિત શીતળા માતાજીની પ્રતિમા સમક્ષ મહિલાઓએ જળ, દૂધ,અક્ષત, કંકુ, પુષ્પ અને કૂલો ચઢાવીને ભક્તિભાવપૂર્વક બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શીતળા સાતમના દિવસે ટાઢુ ખાવાનો મહિમા હોવાથી રાંધણછઠના દિવસે ગૃહિણીઓએ બીજા દિવસ સુધી સા‚ રહે તેવી વાનગીઓ જેવી કે, થેપલા, વડુ, પુરી, ભજીયા, દૂધ ખીર, રોટલી સહિતની અનેક વાનગીઓ બનાવી હતી, તે વાનગીઓ શીતળા સાતમના દિવસે પંથકના પ્રત્યેક ઘરોમા લોકો એ ઠંડુ ભોજન જમયા હતા.પૌરાણિક વાયકા મુજબ ર્માં શીતળાની પૂજા કરવાથી બાળકોને અછબડા, બોરીયાદા કે ત્વચા સંબંધિત રોગો થતા નથી અને પરિવારનું આરોગ્ય સા‚ં રહે છે. આ વિશ્ર્વાસ સાથે મહિલાઓએ માતાજી સમક્ષ શીશ નમાવી પોતાના સંતાનોના દીર્ઘાયુ અને પરિવારની નિરોગી કાયા માટે પ્રાર્થના કરી હતી. જીલ્લાભરમાં શ્રદ્ધાપૂર્વક શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી.