પંચમહાલ જીલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ના આવતા રાજ્યના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેન ડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડજ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા તા.૧૧/૦૮/૨૦૨૬ના રોજ પડતર પ્રશ્ર્નો જેવાં કે, સીનીયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૂ.૨૯,૨૦૦-૯૨,૩૦૦ પે મેટ્રીસ લેવલ-૫ (ગ્રેડ પે ૨૮૦૦) મા:થી પગાર ધોરણ ૩૯૯૦૦-૧,૨૬,૦૦૦ પે મેટ્રીસ લેવલ-૭ (ગ્રેડ-પે૪૪૦૦)માં કરવા તેમજ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૂ.૨૫,૫૦૦-૮૧,૧૦૦,રૂપે મેટ્રીસ લેવલ-૪ (ગ્રેડ પે ૨૮૦૦)માં કબવા બાબતે રજુઆત કરાઈ હતી અને ૩૦ દિવસમાં નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્મ જાહેર કરવામાં આવેલ હતો. જેના ભાગપે તા.૧૧/૦૯/૨૦૨૬ના રોજ રાજ્યના વર્ગ-૩ના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેન ડાઉનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જીલ્લા લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ પેન ડાઉન કાર્યક્રમ કરી તમામ કામગીરી અળગા રહ્યા હતા.