કાલોલ તાલુકાના ભુખી સડકા ફળીયા પાસેથી પસાર થતા ઈકો ગાડીના ચાલકે પુરઝડપે વાહન હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પ્રાથમિક શાળાના પતરાવાળા મનો સીમેન્ટનો પીલર તોડી ધુસી જતાં ખુલ્લામાં જમતા બાળકો પૈકી એક બાળકીને ફરિયાદીની પત્નીને ઈજાઓ પહોંચાડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.
કાલોલ તાલુકાના ભુખી ગામે સડક ફળીયા પાસે રોડ પરથી પસાર થતા ઈકો ગાડી નંબર જીજે.૧૭.સીકે.૮૯૪૩નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવીને ઈકો ગાડી પ્રાથમિક શાળાના પતરાવાળા મનો પીલર તોડી અંદર ધસી આવી હતી અને શાળામાં ખુલ્લા ભાગમાં કેટલાક ઈસમો જતા હતા. તેમાં નાની બાળકી હંસીકાબેન દિનેશભાઈ પરમારને હાથના ભાગે અને કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે ફરિયાદીની પત્ન્ી મધુબેનને જમણા પગમાં ઈજાઓ પહોંચાડી ઈકો ચાલક ગાડી મુકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.