ગોધરા લાલબાગ બસ સ્ટેશન પાસે બેંક ઓફ બરોડાના એટીએમમાં ફરિયાદીનું એટીએમ બદલી બેંક ખાતા માંથી રૂ.૨.૨૮ લાખ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ

ગોધરા લાલબાગ બસ સ્ટેશન પાસે આવેલા સાવરીયા આઈસ્ક્રીમની બાજુમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ફરિયાદી તેની માતાનું એટીએમ લઈ પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે એટીએમમાં હાજર બે અજાણ્યા ઈસમોએ એટીએમ કાર્ડ બદલી લીધેલ હતું અને બેંક ખાતા માંથી કુલ રૂ.૨,૨૮,૦૦૦/-ટ્રાન્જેકશન કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંેધાવા પામી છે.

ગોધરાના ભામૈયા ગામે રહેતા બાબુભાઈ કાનજીભાઈ મકવાણા તા.૧૯ ઓગસ્ટના રોજ તેમની માતાનું બેંક ઓફ બરોડનનું એટીએમ કાર્ડ લઈને ગોધરા લાલબાગ બસ સ્ટેશન પાસે બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા આવ્યા હતા. ત્યારે એટીએમમાં હાજર બે અજાણ્યા ઈસમોએ છેતરીને એટીએમ કાર્ડ બદલી લીધું હતું અને એટીએમ કાર્ડ દ્વારા માતાના બેંક એકાઉન્ટ માંથી રૂ.૧,૯૮,૦૦૦/- તથા ૩૦,૦૦૦/-રૂપીયા મળી કુલ રૂ.૨,૨૮,૦૦૦/- ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.