એન.એસ.એસ. કેમ્પનો શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સરદાર @ 150 થીમ પર શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા શિબિર ડભોઇ ખાતે વિવિધ આઠ રાજ્યોના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ રહી છે. ત્યારે રાત્રે દરેક રાજ્યોએ પોતાની સંસ્કૃતિની ઝલક સમાન નૃત્ય/ ડાન્સ/ ગીત/ ભજન રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ડભોઈ ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજસ્થાન, મધ્યપ્રદેશ ,ઓરિસ્સા, બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ વિગેરે ની સંસ્કૃતિને નિહાળી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ગાંધીનગર એનએસએસ સેલના રિજીયોનલ ડાયરેક્ટર ડો.કમલકુમાર સર અને યુનિવર્સિટીના એનએસએસ કોડીનેટર ડો. સંજયભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ગરબા છવાઈ ગયા હતા અને વિવિધ રાજ્યના વિદ્યાર્થીઓએ ગુજરાતી ગરબાને ખૂબ વખાણ્યું હતું.