ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓએનજીસી કંપની દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ 23, વજેલાવ 31,જેસાવાડા 28, અભલોડ 49 આમ કુલ 131 દર્દીઓને ઘગૠઈ કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું હતું .

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજ રોજ ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ,વજેલાવ, જેસાવાડા, અભલોડ ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGCકંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરૂં પાડવા માટે સહાય આપવામાં આવે છે જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.

ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે. આ કાર્યક્રમમાંONGC ના HR મેનેજર અરૂણ પ્રભાત, કંપનીના ઇંછ એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા તાલુકા ટીબી સુપર વાઈઝર, પિરામલ ફાઉન્ડેશનના કોમ્યુનિટી કોર્ડીનેટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આશા બહેન તથા વ્હાલા ટીબીના દર્દીઓ હાજર રહ્યા હતા.