મુંબઈ એરપોર્ટ પાસે બનેલી મસ્જિદ પર હોબાળો! કિરીટ સોમૈયાએ ધાર્મિક સ્થળના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું

મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક બનેલી મસ્જિદે તીવ્ર રાજકીય ચર્ચા જગાવી હતી. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મસ્જિદને ગેરકાયદેસર ગણાવી હતી. તેમણે અને તેમના સમર્થકોએ મસ્જિદના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોમૈયાએ કહૃાું કે ૨૦૧૪ પહેલા, આ મસ્જિદનો કોઈ પત્તો નહોતો. અચાનક, કેટલાક લોકોએ ૫,૦૦૦ ચોરસ ફૂટ િંકમતી જમીન પર અતિક્રમણ કર્યું, ટીન શેડ બનાવ્યો, અને મસ્જિદ બનાવી. કામચલાઉ પાણી અને વીજળીના જોડાણો મેળવી લેવામાં આવ્યા.

કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે જો મસ્જિદ તોડી પાડવામાં નહીં આવે, તો ગેરકાયદેસર કબજો કાયમી થઈ જશે. તેથી, તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ ગેરકાયદેસર કબજા અંગે મુંબઈ પોલીસ,એમએમઆરડીએ અને બીએમસીને ફરિયાદ કરી છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, અને બુલડોઝરનો ઉપયોગ નહીં થાય, તો તેઓ જાતે મસ્જિદ તોડી પાડશે.

આ મુદ્દો મસ્જિદ અને મુસ્લિમ મતોનો છે, તેથી ઓવૈસીનો પક્ષ પણ તાત્કાલિક મેદૃાનમાં ઉતર્યો. એઆઇએમઆઇએમ નેતા વારિસ પઠાણે કહૃાું કે કિરીટ સોમૈયા ગુંડાગીરીમાં સંડોવાયેલા છે. જ્યારે મસ્જિદ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યારે તેઓ સરકાર પર દબાણ બનાવી રહૃાા છે. તેઓ ઇચ્છે છે કે કોર્ટના નિર્ણય પહેલાં મસ્જિદ તોડી પાડવામાં આવે. વારિસ પઠાણે કહૃાું કે કિરીટ સોમૈયા જેવા લોકો ખુલ્લેઆમ મસ્જિદને હથોડાથી તોડી પાડવાની વાત કરી રહૃાા છે. સરકાર તેમની સામે કાર્યવાહી કેમ નથી કરી રહી?

બીજી બાજુ, મસ્જિદ સાથે સંકળાયેલા લોકો દાવો કરે છે કે બાંધકામ પરવાનગી વિના કરવામાં આવ્યું ન હતું. તેઓ કહે છે કે પ્રાર્થના સ્થળ માટે પરવાનગી તત્કાલીન જીવીકે અને એરપોર્ટ અધિકારીઓની જાણકારીથી આપવામાં આવી હતી. મસ્જિદ પક્ષ ૨૦૧૫ ના પત્રનો ઉલ્લેખ કરી રહૃાો છે, જેમાં મોહમ્મદ સરવર નામના વ્યક્તિ સાથે સંકળાયેલ પ્રાર્થના સ્થળની વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. મસ્જિદ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ હજુ સુધી કેમેરા સામે આવ્યા નથી. તેઓ કહે છે કે તેઓ એરપોર્ટ વહીવટ,જીવીકે અને એમએમઆરડીએના અધિકારીઓ સાથે તેમજ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહૃાા છે.

આ સમગ્ર મામલા અંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહૃાું કે મહારાષ્ટ્રમાં ગેરકાયદૃેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં માલેગાંવમાં ગુલાલ ફેંકવા બદલ એક શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.