મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ

મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ થયેલી કથિત ગેરરીતિઓના કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે ભુપેન્દ્ર પટેલ અને હિતેશ શાહ નામના કોન્ટ્રાક્ટરોને ઝડપી લીધા છે.

હિતેશ શાહે પાંચ અને ભુપેન્દ્ર પટેલે એક ગામમાં કામગીરી કરી હતી, તપાસમાં હિતેશ શાહ દ્વારા પાંચ ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ભુપેન્દ્ર પટેલે લીંબડિયા ગામમાં યોજના હેઠળ કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

કૌભાંડમાં અત્યાર સુધીમાં 60 આરોપીઓની ધરપકડ નલ સે જલ યોજના હેઠળ થયેલી કામગીરીમાં કથિત ગેરરીતિઓના આક્ષેપોને લઈને CID ક્રાઈમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો વ્યાપ વધતા વધુ બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

CID ક્રાઈમ દ્વારા સમગ્ર કૌભાંડમાં થયેલી કથિત ગેરરીતિઓ અને સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતા અન્ય કોઈની સંડોવણી સામે આવે છે કે કેમ, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.