ખરીફ પાકોની ટેકાના ભાવે મગફળી, મગ,અડદ અને સોયાબીનની ખરીદી માટે ઓનલાઈન નોંધણીની મુદત ૨૪ ઓક્ટોબર સુધી લંબાવાઈ
મહીસાગર જિલ્લાના ખેડૂતોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યોછે. ખરીફ ૨૬ (વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અનેસોયાબીનની ખરીદી કરવા માટેની ઓનલાઈન નોંધણીની અંતિમ તારીખ હવે લંબાવીને ૨૪/૧૦/૨૦૨૬ કરવામાંઆવી છે.
અગાઉ આ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા. ૧૦.૦૯.૨૦૨૬ થી તા. ૦૯.૧૦.૨૦૨૬ સુધી નિયતકરવામાં આવી હતી. પરંતુ ખેડૂત સંગઠનો અને પ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારાખેડૂતોને ફોર્મ ભરવા માટે વધુ ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના તમામ તાલુકાનાપાત્રતા ધરાવતા ખેડૂતો આ લંબાવેલી મુદતનો લાભ લઈ શકશે.
ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE (વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે ભારતસરકારના PM-AASHA Procurement Portal પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ઇ-ગ્રામ કેન્દ્રોના VCE ને આ અંગે જરૂરી સૂચનાઓ આપીને ઘટતીકાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે, જેથી જિલ્લાના છેવાડાના ખેડૂતો પણ વિના વિલંબે પોતાની નોંધણીકરાવી મહીસાગર જિલ્લામાં સરકારી ખરીદીનો મહત્તમ લાભ મેળવી શકે.