
અવારનવાર અનેકોવાર ગુજરાતમાં કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. ત્યારે ફરી એકવાર રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ કોર્ટના ઓફિશિયલ મેઈલ એડ્રેસ પર એક ધમકીભર્યો મેઈલ આવતા સુરક્ષા તંત્ર પણ સતર્ક બન્યું છે. મળેલી માહિતી પ્રમાણે ખાલિસ્તાની ગ્રુપના નામે આ ધમકી આપવામાં આવી છે. માત્ર બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની વાત જ નહીં, પરંતુ ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારનો મેઈલ મળતા કોર્ટ પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ધમકીભર્યા મેઈલમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટના ઓફિશિયલ મેઈલ પર સીધી આવી ધમકી મળતા મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ધમકીની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી તપાસ અને તકેદારી શરૂ કરવામાં આવી છે. કોર્ટ જેવી મહત્વની સરકારી અને ન્યાયિક સંસ્થાને આવી ધમકી મળવી સામાન્ય બાબત નથી, તેથી સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો, વકીલો, અરજદારો અને કોર્ટના કર્મચારીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અથવા ડ્રોન હુમલાની ચેતવણીથી સ્વાભાવિક રીતે જ ચિંતાનો માહોલ સર્જાય છે. જાકે, માત્ર ધમકીભર્યો મેઈલ મળ્યો છે એટલે તેને સાચો ખતરો માની લેવાની જગ્યાએ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની સત્યતા અને મેઈલ પાછળ કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પ્રકારની ધમકી અગાઉ પણ ગુજરાતની વિવિધ કોર્ટ અને સરકારી સંસ્થાઓને મળી ચૂકી છે. તાજેતરમાં ગુજરાતની એકથી વધુ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળ્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા. રાજકોટ કોર્ટને મળેલી હાલની ધમકીમાં ખાસ કરીને ખાલિસ્તાની ગ્રુપનું નામ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સંગઠનના નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી સુરક્ષા એજન્સીઓ માટે પણ આ મામલો મહત્વનો બન્યો છે.
હવે પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ધમકીભર્યા મેઈલની તપાસ કરવામાં આવશે. મેઈલ ક્યાથી મોકલવામાં આવ્યો, તેને મોકલનાર કોણ છે અને ખરેખર કોઈ હુમલાની યોજના છે કે પછી માત્ર ભય ફેલાવવા માટે આવી ધમકી આપવામાં આવી છે, તે અંગે તપાસ હાથ ધરાશે. સાથે જ કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવી શકે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળેલી આ ધમકીને પગલે કોર્ટ પરિસરમાં આવતા લોકોમાં પણ ચિંતા જાવા મળી રહી છે. સમગ્ર મામલે તપાસ આગળ વધે તેમ ધમકી પાછળનું સાચું કારણ અને મેઈલ મોકલનારની ઓળખ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.