કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાએ દાભડા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી

પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા – વિચારણા કરી.

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામ ખાતે આવેલ મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેઓએ પ્રાકૃતિક પ્લાન્ટ નર્સરી અને બિયારણ વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

દાહોદ જીલ્લા ખેતીવાડી અધિકારી તેમજ લાયઝન અધિકારી પ્રથિક દવે એ સચિવએ દાહોદ જીલ્લાના ખેડૂતો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, બહેનો દ્વારા ચાલવામાં આવતા મસાલા ઉદ્યોગ તેમજ મોડેલ ફાર્મ વિશે જાણકારી આપી હતી.

આ દરમ્યાન સચિવ કે. કે. નિરાલા એ પ્રાકૃતિક ખેતી કરતી પ્રગતિશીલ ખેડત બહેનો સાથે રૂબરૂ સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ખેતી, જમીન તેમજ આવકમાં આવેલ બદલાવ વિશે જાણકારી મેળવી ખેડૂત બહેનોના પ્રતિભાવ જાણ્યા હતા.