કાલોલ તાલુકાના એક ગામની સગીરાને આરોપીએ તેના સહઆરોપી સાથે મળી ભગાડી લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપી વિદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. આરોપી વિદ્ધ કોર્ટમાં ચાર્જશીટ બાદ કેશ ચાલી જતાં સ્પે. જજ તથા એડી. સેશન્સ જજની કોર્ટમાં પુરાવાની આરોપીઓને ૨૦ વર્ષની કેદની સજા અને ૨૩,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો.
કાલોલ તાલુકાના કુટેલાવ ગામે રહેતા આરોપી વિરલભાઈ અર્જુનભાઇ રાઠોડ અને સહઆરોપી ગીરીશભાઈ કાળુભાઈ રાઠોડ એ એક ગામની સગીરાનું બાઈક ઉપર મોઢું દબાવીને ભગાડી લઈ ગયા હતા અને સગીરાને એક બંધ દુકાનમાં લઈ જઈ આરોપી વિરલભાઈ રાઠોડ દુષ્કૃત્ય કરેલ હતું. જ્યારે આરોપી ગીરીશભાઈ કાળુભાઈ રાઠોડ એ ફરિયાદીની બીજી સગીર દિકરને ખેચતાણ કરી છેડતી કરી હતી. આરોપીઓ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી હતી. પોલીસે આરોપીઓ વિરલભાઈ અર્જુનભાઈ રાઠોડ, ગીરીશભાઈ કાળુભાઈ રાઠોડની અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ ગુનામાં પોલીસે તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. આ કેશ પંચમહાલ જીલ્લા સ્પે. જજ તથા એડી. સેશન્સ જજ વી.એન.મવારાની કોર્ટમાં સરકારી વકીલ એલ.આર.શેડની વિગતવાર દલીલો કરી હતી. કોર્ટએ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી વિરલભાઈ અર્જુનભાઈ રાઠોડને ૨૦ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ, ગીરીશકુમાર કાળુભાઈ રાઠોડને ૨૦ વર્ષની સજા અને ૧૦ હજારનો દંડ ફટાકરવામાં આવ્યો.