મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ જુથ ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને નાણાંકિય અનિયમિતતાને ગેરરિતીઓને પુર્વત મંજુરી વગર સહકારી બેંકમાં ખાતુ પંચાયતનુ ખોલાવવા તથા સરપંચે તેના પતિના નામે પંચાયતના ચેક ઈશ્યુ કરીને સગાવાદ આચરીને વિકાસ કામમાં ગેરરિતીઓના મુદ્દે મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે. પંચાયતના સરપંચ જોશનાબેન કિરણકુમાર સોલંકી વિરુદ્ધ થયેલી ફરિયાદો અને કડાણા તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલ અને નિમેલ તપાસ સમિતિના અહેવાલને આધારે માલવણ જુથ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન કિરણકુમાર સોલંકીને તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
માલવણ જુથ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન કિરણકુમાર સોલંકી સામેથી તપાસમાં બહાર આવ્યુ હતુ કે, સરપંચે સત્તાવાર મંજુરી મેળવ્યા વિના ખાનગી કો.ઓ.બેંકમાં પંચાયતનુ ખાત ખોલાવ્યુ હતુ. આ ઉપરાંત પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે, સીસી રોડ અને વોટર વર્કસના કામોમાં ટેક્નિકલ વહીવટી મંજુરી મેળવ્યા વગર જ નાણાંનો વ્યય કરાયો હતો. સોૈથી ગંભીર બાબત એ હતી કે, સરપંચે પોતાના પતિ કિરણકુમાર સોલંકીના નામે . એક લાખનો ચેક લખી પંચાયતના નાણાંનો અંગત સ્વાર્થ સીધો આર્થિક લાભ કરાવ્યો હતો. જે પંચાયત ધારાની જોગવાઈઓનો સરેઆમ ભંગ છે.મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં સરપંચ દ્વારા રજુ કરવામાં આવેલ ખુલાસાઓ બચાવનામાં તપાસમાં પાયાવિહોણા સાબિત થયા હતા. આ કડક કાર્યવાહીથી જિલ્લાના અન્ય પંચાયત પ્રતિનિધિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ જ તપાસ પ્રકરણમાં જ તે સમયના માલવણ ગામ પંચયતના તલાટીને પણ તપાસ અહેવાલ સંદર્ભમાં કારણદર્શક નોટિસ અપાયેલ અને તલાટીનો ખુલાસો માન્ય નહિ રાખીને તલાટીને તેમની ફરજ પરથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ હતો.