છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રાજય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે .૪ કરોડના ખર્ચે આશરે ૨ કિ.મી.લાંબા આર.સી.સી.માર્ગનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. જોકે માર્ગની વચ્ચે આવતા વીજ પોલ હટાવવામાં ન આવતા સમગ્ર કામગીરી પર પ્રશ્ર્નો ઉભા થયા છે. અને સ્થાનિકોમાં અકસ્માતની આશંકા સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માર્ગની સાઈડમાં આવેલા વીજ પોલ સ્થળાંતર કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા રાજય માર્ગ અને મકાન વિભાગને .૨ કરોડથી વધુનુ એસ્ટિમેન્ટ આપવામાં આવ્યુ હતુ. પરંતુ માર્ગ વિભાગ પાસે આ નાણાંની જોગવાઈ ન હોવાથી વીજ પોલ ખસેડાયા વગર જ માર્ગનુ નિર્માણ શ કરી દેવામાં આવ્યુ હોવાનુ જાણવા મળેલ છે. હાલ માર્ગનુ કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. અને અનેક સ્થળોએ વીજ પોલ માર્ગની વચ્ચે અથવા અત્યંત નજીક દેખાઈ રહ્યા છે. માર્ગનુ કામ પુર્ણ થયા બાદ ભારે અને ઝડપી વાહન વ્યવહાર શ થશે. ત્યારે આવા વીજ પોલ અકસ્માતનુ કારણ બની શકે છે. તેવી સ્થાનિકોમાં ચિંતા છે. જો ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલ પણ લોકોમાં ઉઠ્યા છે. સ્થાનિકોનુ કહેવુ છે કે, માર્ગનુ આયોજન અને એસ્ટિમેન્ટ તૈયાર કરતી વખતે રસ્તાની પહોળાઈ, માર્ગમાં આવતા વીજપોલ, પાણીની લાઈનો અને અન્ય અવરોધોનુ યોગ્ય સર્વેક્ષણ કરવુ જોઈએ. પરંતુ પુરતા આયોજન કર્યા વગર જ માર્ગનુ કામ શ થતાં તેનો ભોગ સામાન્ય પ્રજાને બનવો પડી રહ્યો છે.