હાલોલના કંજરી ગામમાં ૧૦ દિવસથી લોકોને ઈજાઓ પહોંચાડતા બે કપીરાજને વન વિભાગે પાંજરે પૂર્યા

પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામમાં છેલ્લા દસ દિવસથી લોકોને પરેશાન કરી રહેલા બે વાંદરાઓને ફોરેસ્ટ વિભાગની ટીમે બે દિવસની જહેમત બાદ પાંજરે પૂર્યા છે. આ વાંદરાઓના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો.

છેલ્લા દસ દિવસમાં આ બંને વાંદરાઓએ ગામમાં અનેક લોકોને હેરાન કર્યા હતા અને ૭ થી ૮ જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટનાઓ બાદ ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આર.એફ.ઓ. ચંદ્રીકાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ વિભાગની ટીમે બંને વાંદરાઓને પકડવા માટે કાર્યવાહી શ‚ કરી હતી. સતત બે દિવસના સઘન પ્રયાસો બાદ, બંને વાંદરાઓને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યા. જે બાદ જ‚રી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાં છોડી દેવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગની સમયસરની કાર્યવાહીથી કંજરી ગામના ગ્રામજનોએ રાહત અનુભવી હતી.