પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે મુકાયું જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશનો ભંગ થતા કાયદેસરની કાર્યવાહી.
ગુરૂ ગોવિંદ લીમડી તાલુકામાં પરપ્રાંતિય ઈસમને કોઈપણ પ્રકારની ઓળખની હકીકત (ઈંઉ ઙજ્ઞિજ્ઞર) લીધા વગર અને પોલીસ સ્ટેશનમાં ફરજીયાત જાણ કર્યા વગર મકાન ભાડે મુકનાર મકાન માલિક વિરૂદ્ધ લીમડી પોલીસ દ્વારા ગુનો નોંધાયો છે.
ભારત સરકારના નિયમો મુજબ, કોઈ પણ વ્યક્તિને મકાન અથવા દુકાન ભાડે આપતા પહેલા મકાનમાલિકે ભાડૂઆતનો આઈ.ડી. પ્રૂફ લેવાનો તથા ખાસ કરીને પરપ્રાંતિય વ્યક્તિને ભાડે મુકવામાં આવે તો તેની લેખિત જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી ફરજીયાત છે. આ નિયમ ગુનાખોરી અટકાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે બનાવવામાં આવ્યો છે.
લીમડીના કારઠ રોડ ભેરૂજી મંદિર પાસે આવેલા મકાનમાં મધ્યપ્રદેશના વિજયરામ માવી (રહે. બરઘરા) ભાડે રહેતા હોવાનું પોલીસને માહિતી મળી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મકાનમાલિક ધર્મેશ દેવાભાઈ મોરીએ ન માત્ર આઈ.ડી. પ્રૂફ લીધા વગર ભાડું આપ્યું હતું પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં પોલીસને જાણ પણ કરી નહોતી. આ ઘટનાને પગલે ગુરૂ ગોવિંદ લીમડી પોલીસએ જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશનો ભંગ થવા બદલ સંબંધિત મકાન માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.