ગુજરાતમાં જર્જરિત બ્રિજનો ગંભીર મુદ્દો ગૃહમાં ગુંજ્યો, ૨ વર્ષમાં ૧૬૧ બ્રિજ ભયજનક જાહેર

ગુજરાતમાં બ્રિજની સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ ૧૬૧ બ્રિજને ભયજનક સ્થિતિમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં ગૃહમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ ચોંકાવનારી વિગતો આપી છે.

જે મુજબ રાજ્યમાં નાના, મધ્યમ અને મોટા કદના બ્રિજ મળીને કુલ ૧૬૧ બ્રિજ જર્જરિત હાલતમાં છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૮૩ બ્રિજ અને વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ ૭૯ બ્રિજને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં બ્રિજનું માળખું સમય જતાં નબળું પડ્યું છે અને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

જા કે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, જે બ્રિજ ભયજનક જાહેર કરાયા છે તે તમામ પર ભારે વાહનોના વ્યવહાર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જર્જરિત બ્રિજ પરથી ભારે લોડ પસાર થવાને કારણે કોઈ મોટી હોનારત ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં આ બ્રિજ પરથી માત્ર હળવા વાહનો અથવા મર્યાદિત અવરજવરની જ મંજૂરી હોઈ શકે છે, જેની સીધી અસર સ્થાનિક પરિવહન અને માલસામાનની હેરાફેરી પર પડી રહી છે. તેમજ જૂના અને જાખમી બ્રિજના સ્થાને નવા બ્રિજ ક્્યારે બનશે તે અંગે પણ સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર નાણાકીય ઉપલબ્ધતા અને તાંત્રિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર નવા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી ક્્યારે પૂર્ણ થશે તેનો ચોક્કસ સમયગાળો હજુ સ્પષ્ટ નથી, પરંતુ સરકાર આ દિશામાં આયોજન કરી રહી હોવાનું જણાવ્યું છે.