ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કામગીરીએ આજે જાણે નવો વળાંક લીધો હોય તેમ રાજ્યના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ લાંચિયા કર્મચારીઓ છઝ્રમ્ના છટકામાં રંગેહાથ ઝડપાયા છે. આ ત્રણેય કેસો માત્ર એક જ દિવસે સામે આવ્યા હોવાથી ચર્ચાનો વિષય બની ગયો છે. લોકોમાં સવાલ ઉઠ્યો છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક છે અને સામાન્ય લોકોને કેવી અસર પડે છે.
સૌથી પહેલી ઘટના ડાંગ જિલ્લામાં આવેલી સુબીર તાલુકા પંચાયત કચેરીમાં સામે આવી. અહીં મનરેગા યોજના હેઠળ કામ કરતા બે કર્મચારીઓ ગ્રામ રોજગાર સેવક અનસૂયા પટેલ અને મળતિયો હેમંત પટેલે મનરેગા યોજના હેઠળ જમીન લેવલીંગના કામની ફાઇલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. અરજદાર પાસેથી ૩૨,૮૦૦ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ એસીબીએ આયોજનબદ્ધ રીતે છટકુ ગોઠવ્યો અને બંનેને રંગેહાથ લાંચ લેતા જ ઝડપી પાડ્યા.
બીજી ઘટના સુરતમાં સામે આવી, જ્યાં છઝ્રમ્એ મોટી કાર્યવાહી કરી. અહીં ડીજીવીસીએલમાં કોમશયલ લાઇટ કનેક્શન મંજૂર કરવા બદલ ૭૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી પાસે આટલી મોટી રકમની માંગણી થતા તેણે સીધી એસીબીનો સંપર્ક કર્યો.
છટકામાં સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયા ઝડપાયા. તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મળીને લાંચની રકમ ગોઠવી રહ્યા હતા. વીજ કનેક્શન જેવી સામાન્ય પ્રક્રિયા માટે પણ લાંચ માગવામાં આવે છે, તે સાંભળીને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.
ત્રીજી અને સૌથી ચોંકાવનારી ઘટના ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં સામે આવી. જ્યાં કાયદો જાળવવાની જવાબદારી ધરાવતા હેડ કોન્સ્ટેબલ નારણ વસાવા પોતે જ ભ્રષ્ટાચારના જાળમાં ઝડપાયા. તેણે ફરિયાદીને હેરાન ન કરવા અને કેસને આગળ ન વધારવા બદલ ૭૫,૦૦૦ની લાંચ માગી હતી.
એસીબીએ સુચના મળતાં જ પ્લાન બનાવીને છટકુ ગોઠવી હેડ કોન્સ્ટેબલને પણ રંગેહાથ પકડી લીધો. પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર સૌથી ગંભીર મુદ્દો માનવામાં આવે છે, કારણ કે તે સીધો ન્યાય અને સુરક્ષાની વ્યવસ્થાને અસર કરે છે.
આ ત્રણેય ઘટનાઓ પછી એસીબીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લાંચ લેતાં કોઈને છોડવામાં નહીં આવે. રાજ્યમાં ભ્રષ્ટાચારના મોટા નેટવર્ક પર પણ નજર રાખવામાં આવી રહી છે.