
ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારત સરકારના જગઉઈં પ્રોગ્રામ અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોનીએ બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા માટે રસીકરણના મહત્વ અંગે માહિતી આપી હતી. તેમણે વાલીઓ અને નાગરિકોને પોતાના તેમજ આસપાસના તમામ બાળકોનું સમયસર રસીકરણ કરાવી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને મજબૂત બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.
પોલિયો જેવી ગંભીર બીમારીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ અભિયાનમાં દરેક નાગરિકનો સહકાર અત્યંત આવશ્યક છે. સ્વસ્થ અને સુરક્ષિત બાળપણ વિકસિત ભારતના પાયા સમાન છે.