
ગોધરા તાલુકાના દહીકોટ ગામ નજીક આવેલી પાનમ નદીના પટમાંથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.સ્થાનિક લોકો દ્વારા નદીના પટમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડ્યો છે.

પોલીસે આ પુરુષ કોણ છે, તેનું મોત ડૂબી જવાથી થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મૃતકની ઓળખ વિધિ કરવા માટે આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા લોકો અંગેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.