ગોધરા કોલેજના વિદ્યાર્થીઓની પંચમહોત્સવ પાવાગઢની મુલાકાત

શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ પાવાગઢ ખાતે ચાલી રહેલ પંચમહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે હેરિટેજ વોક કરી પાવાગઢમાં આવેલ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. હેરિટેજ વોકનું મુખ્ય મહેમાન તરીકે જીલ્લા નાયબ કલેકટર અંજલીબેન ઠાકુરે લીલી ઝંડી આપી, વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું. ગોધરા કોલેજના 70 જેટલા વિદ્યાર્થીઓએ આ વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ ઐતિહાસિક સ્થળો વિશેની માહિતી મેળવી આનંદની અનુભૂતિ કરી હતી. સાથે સાથે પંચમહાલ પ્રશાસન દ્વારા આયોજીત પંચમહોત્સવની મુલાકાત લઈ ટેન્ટ સીટી વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ આત્મ નિર્ભર ભારતની અનુભૂતિ કરી હતી. લોકલ ફોર વોકલ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓથી વાકેફ થઈ તેના વિશે પ્રાથમિક કક્ષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ સ્વરૂચિ ભોજન મેળવી સંપૂર્ણ દિવસ દરમિયાન આ કાર્યક્રમને માણ્યો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. સુરેશભાઈ ચૌધરી ડો.ગૌતમભાઈ ચૌહાણ ડો. ભાવેશભાઈ ચૌધરી તેમજ ડો.કેતનભાઇ સાંચલા દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ચા નાસ્તો એનર્જી ડ્રિંક સાથે બપોરનું સ્વરૂચિ ભોજન કરવામાં આવ્યું હતું.