
ચક્રવાતી વાવાઝોડું દિત્વાહ તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે, આ વાવાઝોડું આજે જમીન પર ત્રાટકશે. આ પહેલા આ વાવાઝોડાએ શ્રીલંકાના પૂર્વ કિનારા પર વિનાશ વેર્યો હતો, જેમાં ૧૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને વ્યાપક નુક્સાન થયું હતું. હાલમાં, આ વાવાઝોડું એક ચક્રવાતી વાવાઝોડું છે, જે વધુ મજબૂત થવાના કોઈ સંકેતો નથી. તમિલનાડુના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ૈંસ્ડ્ઢ અનુસાર, દિત્વાહ દરિયાકાંઠાની ખૂબ નજીકથી પસાર થશે. આજે રવિવારે સવારે ૫૦ કિલોમીટર અને રવિવાર સાંજ સુધીમાં ૨૫ કિલોમીટરના અંતરે પાર થશે. તો ગુજરાતમાં આ વાવાઝોડાની કોઈ અસર થશે કે નહીં આ સાથે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
દક્ષિણપશ્ર્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર શ્રીલંકા અને તમિલનાડુ દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું દિત્વાહ ૦૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વયું હતું. તે શનિવારે ૨૯ નવેમ્બરના રોજ રાતે દક્ષિણપશ્ર્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠે, વેદારન્નિયમ (ભારત) થી લગભગ ૯૦ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, કરાઈકલ (ભારત) થી ૯૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, જાફના (શ્રીલંકા) થી ૧૩૦ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, પુડુચેરી (ભારત) થી ૧૬૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈ (ભારત) થી ૨૬૦ કિમી દક્ષિણમાં કેન્દ્રિત હતું. આગામી ૨૪ કલાક દરમિયાન તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર લગભગ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે. ઉત્તર તરફ આગળ વધતી વખતે, ચક્રવાતી વાવાઝોડું આજે, ૩૦ નવેમ્બરની વહેલી સવારે અને સાંજે, તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાથી અનુક્રમે ૫૦ કિમી અને ૨૫ કિમીના અંતરે દક્ષિણપશ્ર્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત થશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર આવવા લાગી છે. ઠંડીની સાથે પહાડી વિસ્તારોમાં ધુમ્મસ પણ વયું છે. પહાડી પ્રદેશની સરહદે આવેલું પંજાબ સૌથી વધુ પ્રભાવિત છે. છેલ્લા ૨૪ કલાકમાં અમૃતસરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. ઉત્તરાખંડ, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને પૂર્વી અને પશ્ર્ચિમી મય પ્રદેશમાં રાત્રિનું તાપમાન પણ ૬-૧૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું. ઘણી જગ્યાએ તાપમાન સામાન્ય કરતા એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.
હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. ગુજરાતમાં શનિવારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠાના હવામાનમાં ફેરફાર થયો હતો. કાંકરેજ, દિયોદર, લાખણી, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું હતું. ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સાથે જ શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતા છે. બટાકામાં ચરમી, એરંડામાં કાતરવા અને રાયડામાં મોલોસી નામના રોગની આવવાની ભીતિ છે.