દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧,૭૮,૫૦૦/-ની મત્તાની ચોરી કરી હતી.
વલુન્ડા ગામે રહેતા તરગોળા ફળિયામાં રહેતા રમણભાઈ મંગળભાઇ બરજોડ ગત તા.૨૪ સપ્ટે.ના રોજ પોતાના પરિવારજનો સાથે બહાર ગામ ગયા હતા. આ તકનો લાભ લઈ તસ્કરોએ તેમના ધરને નિશાન બનાવી રાત્રિના સમયે મકાનના ધાબા ઉપર સીડીના દરવાજાથી ધરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાંથી રોકડા રૂ.૧,૩૦,૦૦૦/-તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧,૭૮,૫૦૦/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે રમણભાઈ મંગળાભાઈ બરજોડે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.