ધાનપુર તાલુકાના દુધામલી પીએચસી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

ધાનપુર તાલુકાના દુધામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 દિવસીય સદન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં મોબાઇલ ટીબી એક્સરે વાનની મુલાકાત સાથે કુલ 150 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી.

કેમ્પ દરમિયાન દર્દીઓ માટે ટીબી સ્ક્રીનિંગ ઉપરાંત વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર, ઇંઈંટ, આંખોની તપાસ તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રકારના આરોગ્ય કેમ્પના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીઓની વહેલી તકે ઓળખ થઈ રહી છે અને તાત્કાલિક સારવાર માટે સકારાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો સાથે મેડિકલ ઓફિસર, તાલુકા સુપરવાઇઝર, પિરામલ ફાઉન્ડેશન કોમ્યુનિટી કોઓર્ડિનેટર, પીએચસી સુપરવાઇઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા આશા વર્કર બહેનોનો ઉમદા સહયોગ રહ્યો હતો.