બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું.
ભારત દેશમાં આઝાદી પછી 26 નવેમ્બરના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેને લઈ દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26 નવેમ્બર રોજ દરેક ભારતીય લોકો માટે મહત્વપૂર્ણ દિવાસ છે. કેમકે, આ દિવસે બંધારણ દ્વારા દરેક ભારતીયોને સમાનતાનો અધિકાર, જીવવાનો અધિકાર અને પોતાના નિર્ણય લેવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. 26 નવેમ્બર 1949 નારોજ ઔપચારિક રીતે દેશના બંધારણને અપનાવ્યું હતું અને બંધારણ દિવસની સૌ પ્રથમ ઉજવણી 2015 મા કરવામાં આવ્યું હતું. ભારત દેશનું બંધારણ વિશ્ર્વનો સૌથી મોટો લેખિત બંધારણ છે.
ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા આંબેડકર ચોક ખાતે ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ઉપસ્થિત લોકોને બાબા સાહેબ આંબેડકરના જીવન પરિચય અને સંવિધાન વિશે માહિતી આપવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરન અમર રહોના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ત્યારબાદ આંબેડકર ચોક થી સરદાર પટેલ ચોક સુધી દેશભક્તિના ગીતો સાથે હાથમાં સંવિધાન સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી. આજની સંવિધાન ગૌરવ યાત્રામાં ભાજપ ઝાલોદ નગર પ્રભારી પંકજ અગ્રવાલ, શહેર પ્રમુખ મયુર પંચાલ, તાલુકા પ્રમુખ સુરેશ ભાભોર, ભરત માળી, ટપુ વસૈયા, બટુલ ડામોર, નગરપાલિકા કાઉન્સિલરો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.