દે.બારીઆ નગરને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્ર મોટા બણગા ફુંકે છે. પાલિકા તંત્ર દ્વારા લાખો પિયા સાફસફાઈ અને અન્ય ખર્ચમાં વાપરી રહી છે. પરંતુ નગરમાં અનેક સ્થળે કચરાના મોટા ઢગલા જોવા મળે છે. અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને કારણે રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે.
દે.બારીઆ બજાર વિસ્તાર સહિત સમડી સર્કલ, બસ સ્ટેન્ડ, છોટાઉદેપુર રોડ,ટાવર લાયબ્રેરી સામે ખાણી-પીણીની લારીઓ પાલિકા દ્વારા ભુતકાળમાં દબાણ હટાવો ઝુંબેશ શ કરીને કેટલીક લારીઓ અમુક સમય માટે હટાવી લીધી હતી. જે બાદ લારી ધારકો દંડની રકમ ભરીને લારીઓ પરત લઈ ગયા હતા. પરંતુ આ વિસ્તારોમાં ફરી લારીઓ ખડકાઈ જતાં પાલિકા દ્વારા દંડાત્મક પગલા લીધા પછી ફરીથી આ સ્થળે ખાણી-પીણીની લારીઓ ગોઠવાઈને કાર્યરત થઈ છે. હાલમાં વરસાદી વાતાવરણમાં આ ખાણી-પીણીની લારીઓ વાળા ગંદુ એંઠવાડવાળુ પાણી રોડ પર જાહેરમાં ખાલી કરી દેતા હોય છે. તાલુકા ૫ંચાયત જવાના આ રોડ ઉપર કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શાળામાં ભણવા માટે બાળકો આવતા-જતા હોય છે. ત્યારે આવા સમયે આ ગંદા પાણીથી બાળકોના યુનિફોર્મ સહિત દખોફતરો પણ બગડી જતાં હોય છે. જેને લઈને બાળકોનો અભ્યાસ બગડતો હોય છે. બીજી તરફ આ ગંદુ પાણી તાલુકા પંચાયત રોડથી વળાંક લઈ છેક ટાવર સામે આવેલ બગીચાના દરવાજાથી આગળ નાના ઝરા માફક વહેતુ હોય છે. અને આ પાણી જયાંથી પસાર થાય છે ત્યાં શાકભાજી ગોઠવેલુ હોય છે. ધણીવાર આ ગદુ પાણી ઉડીને શાકભાજી પર પણ ૫ડતુ હોય છે. અને એ શાકભાજી ગ્રાહકો ખરીદીને જતા હોય છે. ત્યારે આ ખાણી-પીણીની લારીઓ પર પાલિકા દ્વારા પુન: કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.