અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેકટરીમાં સર્જાયેલી ભીષણ આગે સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના એક પરિવારનુ સુખ છીનવી લીધુ છે. આગની ધટનામાં માતા અને ચાર ૫ુત્રોના કમકમાટીભર્યા મોત નીપજયાં હતા. જયારે પરિવારના વડા ગંભીર રીતે દાઝી જતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ૧૭ દિવસથી સારવાર હેઠળ છે. અને તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી હજુ સુધી તેમને પત્નિ અને ચારેય પુત્રોના અવસાનની જાણ કરવામાં આવી નથી. રાજય સરકાર દ્વારા મૃતક દીઠ .૪ લાખ મુજબ કુલ .૨૦ લાખની સહાય મંજુર કરવામાં આવી છે. સંજેલી મામલતદાર કચેરી ખાતે મૃતકોના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીછોડા ગામના અન્ય એક મૃતકના પરિવારને પણ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. નાયબ મામલતદાર, બેંક મેનેજર અને અધિકારીઓની હાજરીમાં તમામ સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમાં કરાવવામાં આવી હતી.