દે.બારીઆના લીમખેડા-દાહોદ રોડ પર ગેરકાયદેસર રેતી અને ઓવરલોડ વહન કરતા ૮ ડમ્પરો ઝડપાયા

દે.બારીઆ વિસ્તારમાં સાદી રેતીના બિનઅધિકૃત અને ઓવરલોડ વહન સામે ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે. દે.બારીઆ રોડ તેમજ લીમખેડા-દાહોદ રોડ પરથી બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા કુલ ૮ ડમ્પરો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા છે.

ખનીજ વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન સાદી રેતીનુ બિનઅધિકૃત તેમજ ઓવરલોડ વહન કરતા આ ડમ્પરો ઝડપાયા હતા. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.૧ કરોડ ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ પણ ટાસ્ક ફોર્સ દ્વારા દે.બારીઆ વિસ્તારમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ કાર્યવાહી દરમિયાન હિટાચી મશીનો અને હાઈવા સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.