નસવાડી તાલુકાના બારોલી ગામ સહિત આસપાસના ૧૦ ગામના ખેડુતોને નર્મદાની માઈનોર કેનાલમાંથી સિંચાઈનુ પાણી ન મળતા ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નર્મદા નિગમ દ્વારા કેનાલની સફાઈની કામગીરી ચાલી રહી હોવાના કારણે સિંચાઈનુ પાણી છોડવામાં આવ્ફુ નથી. તેવુ અધિકારીઓ ખેડુતોને જણાવી રહ્યા છે.
બરોલી ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલ નજીક ૫૦૦ મીટરમાં માઈનોર કેનાલ આવેલી છે. આ કેનાલ ૧૦ ગામોના ખેડુતોને સિંચાઈનુ પાણી મળી રહે તે માટે નર્મદા નિગમ દ્વારા કેનાલ બનાવી છે. હાલ વરસાદ ઓછો હોવાથી ખેતરોમાં ઉભા પાકને સિંચાઈના પાણીની તાતી જરિયાત છે. પરંતુ નર્મદાની માઈનોર કેનાલમાં પાણી નહિ છોડાતા કપાસ સહિતના અન્ય પાકને નુકસાન થવાની ભિતી ખેડુતો વ્યકત કરી રહ્યા છે. નસવાડી તાલુકાના ૧૦ ગામોના ખેડુતો મોટી સંખ્યામાં માઈનોર કેનાલ પાસે એકત્ર થયા હતા. અને કેનાલમાં ઉતરીને પાણી આપો…પાણી આપો…ના સુત્રોચ્ચાર કરી તંત્રનુ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડુતોએ તંત્રને ચિમકી ઉચ્ચારી છે કે, ચાર દિવસની અંદર કેનાલમાં સિંચાઈનુ પાણી છોડવામાં નહિ આવે તો નર્મદા મેઈન કેનાલનો ગેટ બંધ કરી દેશે. પાણી સોૈરાષ્ટ્ર સુધી જતો અટકાવી દેશે. ખેડુતોના જણાવ્યા મુજબ જો પાણી નહિ મળે તો ઉભો પાક સુકાઈ જશે અને ખેતીમાં કરેલો લાખો પિયાનો ખર્ચ પાણીમાં જશે. ખેડુતોએ સ્થાનિક ધારાસભ્યની ભુમિકા અંગે સવાલો ઉઠાવ્યા કહ્યુ કે, ધારાસભ્ય વિવિધ કાર્યક્રમોના મંચ પરથી સરકારની યોજનાઓની વાતો કરે છે પરંતુ ખેડુતોને સિંચાઈના પાણીની તાતી જરિયાત હોય તે સમયે નર્મદા નિગમના અધિકારીઓ સામે આ મુદ્દે રજુઆત કરતા નથી. ખેડુતોએ જણાવ્યુ હતુ કે, અમે ખેતીની પાછળ લાખો પિયાનો ખર્ચ કર્યો છે. વરસાદ બંધ થયા બાદ પાકને પાણીની જરિયાત ઉભી થઈ છે. કપાસ સહિતના પાકને સમયસર પાણી નહિ મળે તો તૈયાર પાક બગડી જશે જેથી ખેડુતો દેવામાં ડુબી જશે. અમારી નજર સામે નર્મદાનુ પાણી અન્ય વિસ્તારો તરફ જતુ હોય અને અહિંંના ખેડુતો સિંચાઈના પાણી માટે તરસતા હોય તો તેની જવાબદારી કોની…હાલ ખેડુતોની માંગ છે કે, નર્મદા નિગમ દ્વારા તાત્કાલિક કેનાલમાં સિંચાઈનુ પાણી છોડવામાં આવે અને ઉભા પાકને બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.