ડિસેમ્બર માસનો જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.24/12/2025 બુધવારના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાશે

જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ પોતાની અરજી તારીખ 10-12-2025 સુધી ઓનલાઈન કરી શકશે.

સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જીલ્લા કક્ષાએ દર દાહોદ : પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા માસના ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષસ્થાને જીલ્લા સ્વાગત તથા ચોથા ગુરૂવાર પહેલાના બુધવારે મામલતદારની કચેરીઓમાં વર્ગ-1 કક્ષાના અધિકારીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરતું ડિસેમ્બર માસમાં ચોથા ગુરૂવારે નાતાલની રજા હોય તા.24/12/2025 બુધવારના રોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. સદર કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ર્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત / અંગત પ્રશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીએ ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે તેમજ અરજદાર અરજીમાં મોબાઈલ નંબર ફરજીયાતપણે દર્શાવી અત્રેની કચેરીને ” જીલ્લા સ્વાગત કાર્યક્રમ ” એમ અરજીના મથાળે લખી અરજી 10-12-2025 સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદાર જીલ્લા સ્વાગતમાં પોતાની અરજી http://swagat.gujarat.gov.in/Citizen Entry.aspx? fem=ws પર ઓનલાઈન કરી શકશે.