ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે જઈંછ અંતર્ગત અત્રેના 134 દેવગઢબારિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા દેવગઢબારિયા તેમજ ધાનપુર તાલુકાના અનકલેકટેડ ફોર્મની કામગીરી બાબતે મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી દેવગઢ બારીના અધ્યક્ષ સ્થાને દેવગઢબારિયા પ્રાંત કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અનકલેકટેડ ફોર્મ વિશે તેમજ વિતરણ થયેલ ફોર્મ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી મતદારોની શોધખોળ કરી અને તેઓનું ફોર્મ ભરવા વિશે જણાવવામાં આવ્યું હતું. અનકલેકટેડ મતદારો એટલે કે, મૃત્યુ પામેલ, સ્થાળાંતર કરી ગયેલા, ગેરહાજર ( વિઝીટમાં મળ્યા ના હોય તેવા ) આવા મતદારો વિશેની માહિતી તેની એક સંકલિત યાદી બનાવી હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓને આપવામાં આવી હતી.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી-ધાનપુરના પ્રમુખ રાકેશભાઈ ખાબડ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અક્ષયભાઈ ભક્તાણી, દે. બારીઆ ભા.રા.કોંગ્રેસ પાર્ટીના અગ્રણી દિપકભાઈ ગોસ્વામી, ભા. રા.કાંગ્રેસ પાર્ટી પ્રમુખ -ધાનપુર મયુરભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટી દે. બારીઆના પ્રતિનિધિ લક્ષ્મણભાઈ ડી રાઠવા તેમજ રાજકીય આગોવાનો ઉપસ્થિત રહ્યા હતા.