દાહોદ નજીક ઉસરામા સંપર્ક ક્રાંતિ ટ્રેનના વ્હીલ માંથી ધુમાડા નીકળતા દોડધામ

દાહોદ નજીકના ઉસરા સ્ટેશને અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ ટ્રેનના એક કોચના વ્હીલ માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દોડધામ મચી હતી. ટ્રેનને તાત્કાલિક ઉસરા સ્ટેશનને રોકી સમારકામ કરી ધુમાડા બંધ કર્યો હતો. વધુ સમારકામ અને ચેકિંગ માટે ટ્રેનને દાહોદ રેલવે સ્ટેશને લાવવામાં આવી હતી. દાહોદ રેલવે સ્ટેશનને 15 મિનિટન સમારકામ અને સંપૂર્ણ ટ્રેનના કોચનું ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરાઈ હતી. અમદાવાદ થી દિલ્હી જતી સંપર્ક ક્રાંતિ ટ્રેન દાહોદ નજીકના ઉસરા સ્ટેશનને પહોંચી હતી. ત્યારે અચાનક બી ફોર એસી કોચના વિલ માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા તાત્કાલિક ટ્રેન-ઉસરા સ્ટેશન જ રોકી દેવામાં આવી હતી. આ ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ટ્રેન કર્મીઓએ તપાસ કરતા બી ફોર કોચના બ્રેક પેડ ચીપકી ગયા હતા. તેના કારણે ધુમાડો નીકળતો હોવાની જાણ થઈ હતી. ટ્રેનના વ્હીલનું સમારકામ કરી વધુ તપાસ અને સમારકામ માટે ટ્રેનને દાહોદ રેલવે સ્ટેશને રવાના કરાઈ હતી દાહોદ સ્ટેશન આવતા રેલ કર્મચારીઓ દ્વારા આખી ટ્રેનના કોચમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 15 મિનિટની જહેભત બાદ સબ સલામત લાગતા ટ્રેનને રવાના કરવામાં આવી હતી.