દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 શરૂ

દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને 2025-26 માં બાગાયત ખાતાની કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 તારીખ 01/12/2025 થી તારીખ 10/12/2025 સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી ક્ધફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ પૂર્વ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહીત જીલ્લાની કચેરી (સરનામું – નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ રૂમ નંબર 233-235, બીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ, ફોન નંબર 02673-239251) ખાતે રજુ કરવાની રહેશે. જેની દાહોદ જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોને નોંધ લેવા નાયબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયું છે.