દાહોદના પડાવ વિસ્તારમાં ‘શિવ જવેલર્સ’માં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો : ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

દાહોદ શહેરના ધમધમતા પડાવ વિસ્તારમાં આવેલી શિવ જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં થયેલી ચોરીની ઘટનામાં દાહોદ પોલીસે ત્વરિત અને સફળ કામગીરી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ગુનો ઉકેલીને ત્રણ મુખ્ય એરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીમાં ગયેલો ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પડાવ વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગણતરીના કલાકો માંજ દરોડો પાડી આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ: રાજુ પલાશનિકુંજ ડાભી મુકેશ પલાશ પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો ‚. ૪ લાખ ઉપરાંતનો તમામ (૧૦૦ ટકા) મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિ‚દ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તેને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે.