દાહોદ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ : ૧,૮૦,૨૫૩ મતદારોના નામ કમી, ૫૮,૫૪૦ મૃત મતદારો

કેન્દ્રિય ચુંટણી પંચના તા.૨૭/૧૦/૨૦૨૫ના પરીપત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા(એસ.આઈ.આર)કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત તા.૧૭ ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે.

દાહોદ જિલ્લાની મતદારયાદીમાંથી કુલ ૧.૮૦.૨૩૫ મતદારોના નામ કમી થયા છે. જેમાંથી કુલ ૫૮.૫૪૦ મૃત મતદારો નોંધાયા હતા. જયારે કુલ ૧૮.૨૪૨ ડુપ્લિકેટ મતદારો નોંધાયા હતા. મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ પહેલા દાહોદ જિલ્લામાં કુલ ૧૬.૯૩.૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જયારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫.૧૨.૭૬૭ મતદારોનો સમાવેશ કરાયો છે. જેમાં ૫૮.૫૪૦ મૃત મતદારો તથા ૧૮.૨૪૨ ડુપ્લિકેટ મતદારો શોધી કઢાયા હતા. જયારે ૮૨.૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦.૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતા. જયારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનીચ્છા દર્શાવેલ હતી. તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં પ્રસિદ્ધ આખરી મતદાર યાદીમાં કુલ ૧૫.૨૬.૮૫૭ મતદારોનો સમાવેશ કરાયો છે. જેમાં ૭.૬૮.૩૨૬ પુ‚ષો અને ૭.૫૮.૫૧૮ મહિલાઓ તેમજ ૧૩ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તમામ ૬ વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની એક નકલ હાર્ડકોપીમાં અને એક નકલ તમામ માન્ય રાજકિય પક્ષોને અપાઈ હતી. મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે કોઈને વાંધો ના હોય તો જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરને પ્રથમ અપીલ કરી શકાશે. તેમજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરનો નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી બીજી અપીલ કરી શકશે.