
હાલોલ બસ સ્ટેન્ડ નજીક કંજરી રોડ ચોકડીથી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી સામે સુધીના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈ ટાઉન પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા અડચણપ દુકાનોના ઓટલા સહિત દબાણો દુર કરાયા હતા.
એક માસ પહેલા ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અઘ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. જેમાં મોટાભાગની ફરિયાદ અને રજુઆતો નગરમાં ગેરકાયદે દબાણોેેે-આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હતી. જે બાદ હાલોલ ટાઉન પી.આઈ.આર.એ.જાડેજા અને તેમની ટીમે પાલિકાની ટીમને સાથે રાખી બસ સ્ટેન્ડ નજીક કણજરી રોડ ચોકડીથી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી સામેના વિસ્તારમાં આવેલી દુકાનો અને કેબિન ધારકો દ્વારા આગળ બનાવેલા ઓટલાના દબાણો દુર કરાયા હ તા. આ ઓટલાના કારણે અને તેની આગળ પાર્ક થતાં વાહનોને કારણે અન્ય વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. પોલીસ અને પાલિકાએ ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરતા ટ્રાફિકને અડચણ પ દબાણો જેસીબીની મદદથી તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો. કેટલાક વાહનો જે આડેધડ પાર્ક હતા તેના ચાલકોને દંડ ફટકાર્યો હતો.