દાહોદ તાલુકાના વણભોરી ગામે એક ખેતરમાં કતવારા પોલીસની સફળ રેડ

રૂપિયા ૬ લાખની કિંમતના વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડો સાથે ખેતર માલિકની ધરપકડ.

દાહોદ તાલુકાના વણભોરી ગામે નિશાળ ફળિયામાં રહેતા એક ખેડૂતના ખેતરમાં કતવારા પોલીસે ગઈકાલે ઓચિંતો છાપો મારી ખેતર માંથી રૂપિયા ૬ લાખની કુલ કિંમતના ૧૨ કિલોગ્રામ કુલ વજનના વનસ્પતિજન્ય માદક પદાર્થ એવા લીલા ગાંજાના છોડો પકડી પાડી કબજે લઈ ખેતર માલિકની ધરપકડ કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના વણભોરી ગામે નિશાળ ફળિયામાં રહેતા ૫૨ વર્ષીય સમસુભાઈ ફરજનભાઈ વડકિયાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાની ગુપ્ત બાતમી પોતાના ખાનગી બાતમીદાર દ્વારા મળતા કતવારા પોલીસ એક્શનમાં આવી હતી અને કતવારા પીઆઇ યુ.એસ.ગાવીત પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ ગઈકાલે રાતે સવા સાત વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ વણભોરી ગામના નિશાળ ફળિયાના સમસુભાઈ ફરજનભાઈ વડકીયાના ખેતરમાં ઓચિંતો છાપો માર્યો હતો અને ખેતર માંથી ‚પિયા ૬ લાખની કુલ કિંમતના પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ૧૨ કિલોગ્રામ કુલ વજન ના નાના-મોટા છોડ નંગ-૬૩૩ પકડી પાડી કબજે લીધા હતા અને રેડ સમયે ખેતર માલિક સમસુભાઈ ફરજનભાઈ વડકિયા ખેતરમાં હાજર હોઈ પોલીસે તેની ધરપકડ કરી. આ અગાઉ પણ કેટલી વખત ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું? ગાંજાનું ક્યાં ક્યાં અને કોને કોને વેચાણ કરો છો?તે બાબતે ઘનિષ્ઠ પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે. આ સંબંધે કતવારા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરેન્દ્રસિંહ છત્રસિંહે કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વણભોરી ગામના નિશાળ ફળિયામાં રહેતા ૫૨ વર્ષીય સમસુભાઈ ફરજનભાઈ વડકીયા વિ‚દ્ધ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૨૦(એ) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે