ધાનપુરના તરમકાજ ગામે કુવામાં ખાબકેલા દિપડાનુ રેસ્કયુ કરાયુ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે પાણી ભરેલ કુવામાં ખાબકેલા દિપડાને વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ રેસ્કયુ કરી બહાર કાઢ્યો હતો.

ધાનપુરના તરમકાજ ગામે ગામમાં રહેતા હસમુખ રામસિંગના પાણી ભરેલા કુવામાં દિપડો ખાબકયો હતો. ધટનાની જાણ ગ્રામજનોને થતાં લોકટોળા કુવા તરફ ઉમટી પડ્યા હતા. ધટનાની જાણ સ્થાનિક વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. ધટનાની ગંભીરતાને લઈને કુવાને ચારેય તરફ કોર્ડન કરી ભારે જહેમત બાદ દિપડાનુ કુવામાંથી રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. અને પુન: જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.