કાલોલ શહેરમાંથી પસાર થતાં હાલોલ-શામળાજી ટોલ હાઈવે પર ઔદ્યોગિક એકમો અને ભારદારી વાહનોને પગલે વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે .૪૨ કરોડના ખર્ચે ફોરલેન ૬ કિ.મી.ના ફોરલેન બાયપાસ રોડનુ ગત શનિવારે પંચમહાલ ગોધરા સાંસદના હસ્તે વિધિવત ખાતામુર્હુત કરવામાં આવ્યા પછી જવાબદાર કોન્ટ્રાકટર દ્વારા વિધિવત કામગીરીની પ્રારંભ કર્યો ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા સમાન જમીન સંપાદન કામગીરીનો છબરડો હોવાની રજુઆત પ્રકાશમાં આવી છે.
કાલોલમાં હાલોલ-શામળાજી ટોલ હાઈવે સ્થિત નિર્માણ થનારા ફોરલેન બાયપાસની પરીયોજનામાં જમીન સંપાદન કામગીરી સામે જિલ્લા તંત્રને રજુઆત કરતા જમીન માલિક અરજદારની વિગતો અનુસાર બાયપાસ રોડ સંલગ્ન મેદાપુર ગ્રામ પંચાયતના જેતપુર વિસ્તારમાં સંપાદિત કરેલ જમીનની હકીકત અનુસાર સ્થળ પર રોડને અડીને આવેલ જમીની હકીકત અનુસાર જુનો-૨૫૧/૨ વાળી મજીદભાઈ ઉમરભાઈ ઉદવાણીયાની સંયુકત માલિકી કબ્જા ભોગવટાની સંપાદન થ ઈ છે. પરંતુ જમીન સંપાદન કરતા તંત્રએ છબરડો આચરીને માપણી શીટની યાદી અનુસાર ૨૫૧/૧ ના સર્વે નંબરના માલિક રસુલ રશીદ મુલ્લાને જમીન સંપાદન કરી હોવાની દર્શાવીને સંપાદિત જમીન વળતરના એવોર્ડની રકમ ફાળવી દેવાઈ છ ે. એ જમીન રોડથી દુર આવેલી છે. સર્વે નં.-૧૦૩૬ મુજબની જમીનના મુળ માલિક લક્ષ્મણભાઈ ભાથીભાઈ પાસેથી મુસ્તાક યુસુફ મોકરીયા ઈમરાન યુસુફ મોકરીયા અને લુકમાન યુસુફ મોકરીયાએ ખરીદેલ જમીન સંપાદન થયેલી છે. તેમ છતાં વળતરની રકમ મુળ જમીન માલિક લક્ષ્મણભાઈને ફાળવી દેવાઈ છે. એ જ રીતે ૨૫૪/૩ જમીન માલિક અહેમદ મોહંમદ હનીફ ઈબ્રાહિમ પટેલ તેમજ જુનો સર્વે નં.-૨૨૦/૬ ના માલિક સાલેહા ફિરદોૈસ મુવેલ અને સર્વે નં.-૮૮૩ મુજબ યુસુફ ઈમરાન મોકરીયાની રોડ પરની જમીન પણ સંપાદન કરેલ છે. પરંતુ તેમનુ વળતર તેમના જુના મુળ માલિકોને ચુકવી દીધુ છે. જયારે ખાતા નં.-૧૮૯ના નવો રે.સ.નં.૮૧૯ ના જમીન માલિળોક ઈમરાન યુસુફભાઈ મોકરીયાની રોડ પરની જમીન સંપાદન કરેલ છે. પરંતુ જમીન સંપાદિત યાદીમાં તેમના નામનો સમાવેશ કર્યો નથી. અને જમીન માલિકને કોઈ વળતર પણ જાહેર કરેલ નથી.