મહિસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગે મોટાભાગની જગ્યાએ ચાર્જના અધિકારીઓ

મહિસાગર જિલ્લા આરોગ્ય ખાતામાં મહત્વની જગ્યાઓ ખાલી રહેતા આરોગ્ય તંત્ર બિમાર જોવા મળી રહ્યુ છે. જિલ્લા આરોગ્ય ખાતામાં પબ્લિક હેલ્થ ઓફિસરની કલાસ-૧ ની ત્રણ પૈકીની બે જગ્યા હાલ ખાલી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી છે. જયારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરસીએચ અધિકારીની જગ્યા ખાલી છે.

મહિસાગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જ ગ્યા આ અગાઉ પણ દોઢથી બે વર્ષ સુધીમાં ચાર્જમાં રહી હતી. જિલ્લા ટ્રેનિંગ સેન્ટર ખાતે ડિસ્ટ્રિકટ ટ્રેનિંગ ઓફિસરની જગ્યા છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે. જે પંચમહાલ જિલ્લાના અધિકારીને ચાર્જ આપી ચલાવાઈ રહી છે. તેમજ જિલ્લાના વહીવટી અધિકારીની જગ્યા પર હાલ તાલુકા હેલ્થ ઓફિસરને ચાર્જ સોંપાયો છે. જિલ્લામાં મેલેરિયા અધિકારીની જગ્યા અનુસાર સિનીયર લેબ ટેકની નિમણુંક પણ થઈ શકે છતાં ડોકટરને ડેપ્યુટેશન કરી જિલ્લા ખાતે જ વર્ષોથી ડેપ્યુટેડ કરી અને આ જગ્યા ખાતે રાખવામાં આવેલ છે. જેથી માલવણ પીએસસી ૨૪*૭ હોવાથી કામકાજ પર અસર થઈ રહી છે. ઉપરાંત જિલ્લા ખાતે એપિડેમિક મેડિકલ ઓફિસરની જગ્યા પણ એક વર્ષથી ખાલી છે. સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસરની જગ્યા ૪ વર્ષોથી અને કડાણા તાલુકા હેલ્થ ઓફિસરની જગ્યા ચાર્જમાં છે.