
ગુજરાતમાં મંત્રીમંડળના પુનર્ગઠન બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારોને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના બીજા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ, નવા વર્ષની શરૂઆત પહેલાં જ સીએમઓમાં નવી ટીમ તૈનાત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર હવે આગામી બે વર્ષ માટે સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધશે. આ ફેરફારોને માત્ર વહીવટી નિર્ણય તરીકે નહીં, પરંતુ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને યાનમાં રાખીને લેવાયેલા વ્યૂહાત્મક પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે.
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ૧૯૯૦ બેચના વરિષ્ઠ આઇએએસ અધિકારી એમ.કે. દાસની નિમણૂક બાદ સીએમઓમાં નવી રચના સામે આવી છે. મનોજ કુમાર દાસ, જે મૂળ બિહારના છે અને આઇઆઇટી ખડગપુરમાંથી શિક્ષણ લીધું છે, તેઓ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન સાધવામાં નિષ્ણાત માનવામાં આવે છે. પંકજ જોશીની જગ્યાએ મુખ્ય સચિવ બન્યા બાદ, દાસે પોતાની ટીમ તૈયાર કરી હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.સીએમઓમાં થયેલા ફેરફારોને “એમ.કે. દાસની ટીમ” તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સચિવ તરીકે સંજીવ કુમારની નિમણૂક સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવે છે. ૧૯૯૮ બેચના આઇએએસ અધિકારી સંજીવ કુમાર અગાઉ વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાજકીય નિરીક્ષકોના મતે, સંજીવ કુમાર હવે સીએમઓમાં નવું શક્તિ કેન્દ્ર બનશે,વહીવટી વડા તરીકે કાર્ય કરશે અને સરકારના નિર્ણયો વધુ ઝડપથી અમલમાં આવે તે માટે મહત્વની ભૂમિકા ભજવશે.
સીએમઓમાં ડૉ. વિક્રાંત પાંડેને અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ અગાઉ મુખ્યમંત્રીના સચિવ તરીકે કાર્યરત હતા. સાથે સાથે તેમને માહિતી અને જનસંપર્ક વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ નિર્ણયને સરકારની છબી અને વિશ્ર્વસનીયતા મજબૂત કરવાનો પ્રયાસ માનવામાં આવે છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેવાસી વિક્રાંત પાંડે હિન્દી માયમની સરકારી શાળામાંથી શિક્ષણ મેળવી એમબીબીએસ કર્યા બાદ આઇએએસ બન્યા છે. દિલ્હી ખાતે ગુજરાત ભવનનું સંચાલન કર્યા બાદ તેઓ ફરી રાજ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં આવ્યા છે.
કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પરથી પરત આવેલા ૨૦૦૬ બેચના અધિકારી ડૉ. અજય કુમારને ઝ્રર્સ્ંમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૃષિમાં પીએચડી ધરાવતા અજય કુમારને કેટલીક વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આગામી આઇએએસ ટ્રાન્સફર યાદીમાં તેમની અન્ય ફરજો હટાવીને તેઓ સંપૂર્ણપણે સીએમઓના કાર્ય પર યાન કેન્દ્રિત કરશે.
ચાર વર્ષ પૂર્ણ કર્યા છતાં તેઓ કોઈ મોટા રાજકીય પડકાર વિના આગળ વયા છે. આ ફેરફારોને તેમને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. મુખ્ય સચિવને ગૃહ વિભાગનો હવાલો, માહિતી વિભાગ પર કડક નિયંત્રણ અને દિલ્હીથી પરત આવેલા અધિકારીઓનો સમાવેશ સીએમઓને વધુ શક્તિશાળી બનાવે છે.