૨૦૨૬-૨૭ સિઝન માટે MSP ખરીદીનો લાભ લેવા ૧ સપ્ટેમ્બરથી શઆત.
ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI), અમદાવાદે કપાસ ઉત્પાદક ખેડૂતોને 2026-27 સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદીનો લાભ લેવા અપીલ કરી છે.CCI દ્વારા જણાવાયું છે કે ખેડૂતોએ 1 સપ્ટેમ્બર, 2026 થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન “કપાસ કિસાન” મોબાઇલ એપ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું.
આ એપ પર રજીસ્ટ્રેશન કરવાથી ખેડૂતોને MSP ખરીદી સેવાઓ અને સંબંધિત માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.વધુ માહિતી માટે, ખેડૂતો CCIની વેબસાઇટ www.cotcorp.org.in ની મુલાકાત લઈ શકે છે અથવા વોટ્સએપ હેલ્પલાઇન +91 94282 37246 પર સંપર્ક કરી શકે છે.આ માહિતી CCI અમદાવાદના ઉપ મહા પ્રબંધક દ્વારા આપવામાં આવી છે.