બાલાસિનોરમાં રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ

બાલાસિનોરમાં રાહદારીઓ અને મુસાફરો માટે ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. લાયન્સ ક્લબના સભ્ય અને વાડીલાલ નોટબુક સેન્ટરના માલિક કનુભાઈ પટેલના સૌજન્યથી આ કેબિન બનાવાઈ છે.

પરબના ઉદ્ઘાટન પ્રસંગે યુવા નેતા પાર્થ પાઠક મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબના પ્રમુખ અમિત અરોરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

‘જળ સેવા એ જ માનવ સેવા’ના વિચાર સાથે આ પહેલ શ‚ કરવામાં આવી છે. પરબ માંથી રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને મુસાફરોને ઠંડું પીવાનું પાણી મળશે.