ઓગસ્ટ ૨૦૨૬માં સાપ્તાહિક રજા અને રાષ્ટ્રીય રજાઓ મળી કુલ ૧૪ દિવસ બેંક રહેશે

હવે ઓગસ્ટનો મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ બેંકોમાં રજાઓ રહેવાની છે. રિઝર્વ બેંક દ્વારા ઓગસ્ટની રજાઓનું કેલેન્ડર જારી કરી દેવામાં આવ્યું છે. ઓગસ્ટ ૨૦૨૬મા અલગ-અલગ રાજ્યોમાં તહેવારો, સાપ્તાહિક રજા અને રાષ્ટ્રીય રજાઓ મળી કુલ ૧૪ દિવસ બેંક રહેશે. પરંતુ આ રજાઓ સમગ્ર દેશમાં એક સમાન નથી. ઘણી રજાઓ રાજ્યવાર લાગૂ થશે.

ક્યા કારણે બેંક રહેશે બંધ?

૧. બધા રવિવાર

૨. બીજા શનિવાર

૩. ચોથો શનિવાર

૪. સ્વતંત્રતા દિવસ

૫. પ્રાદેશિક અને ધાર્મિક તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં રજાઓ

ઓગસ્ટમાં બેંક રજાઓની મુખ્ય તારીખો

૨ ઓગસ્ટ (રવિવાર)- સાપ્તાહિક રજા

૮ ઓગસ્ટ (બીજા શનિવાર)- સમગ્ર દેશમાં બેંક બંધ

૯ ઓગસ્ટ (રવિવાર) સાપ્તાહિક રજા

૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ (જાહેર રજા)

૧૬ ઓગસ્ટ (રવિવાર) સાપ્તાહિક રજા

૨૨ ઓગસ્ટ (ચોથો શનિવાર)

૨૯ ઓગસ્ટ (રવિવાર) સાપ્તાહિક રજા

આ સિવાય હરિયાળી ત્રીજ, નાગ પંચમી, પારસી નવવર્ષ, ઈદ-એ-મિલાદ અને અન્ય તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે.

દરેક રાજ્યોમાં બેંકની રજાઓ અલગ હોઈ શકે છે. તેથી તમે રિઝર્વ બેંકના હોલિડી કેલેન્ડર દ્વારા જાણી શકો છો કે બેંક ક્્યારે બંધ રહેશે.

બેંક બંધ હોય તો ચાલુ રહે છે આ સેવાઓ

યુપીઆઇ થી પેમેન્ટ

ઈન્ટરનેટ બેન્કિંગ

મોબાઇલ બેન્કિંગ

એટીએમમાંથી રોકડ ઉપાડ

ઓનલાઈન ફંડ ટ્રાન્સફર