અમદાવાદ: એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૧૮.૩૬ કરોડનું બજેટ રજૂ, ૫૦ લાખના ખર્ચે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવાશે

અમદાવાદની એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૧૮.૩૬ કરોડ ‚પિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ૧૭.૧ કરોડના બજેટમાં ૧.૩૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં ૫૦ લાખના ખર્ચે એમજે ઓડિટોરિયમ સુવિધાસભર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શાખા પુસ્તકાલય-હિમ્મતલાલ પાર્કમાં રીનોવેશન કરવા ૨૫ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય બજેટમાં સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમ કરવા માટે ૨૦ લાખનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદની ઐતિહાસિક શેઠ મા.જે. પુસ્તકાલયમાં મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદૃાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલ ડૉ. બિપીન મોદૃીએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૭ કરોડ ૦૧ લાખ ૬ હજારના રજૂ કરેલ ડ્રાટ અંદૃાજપત્રમાં શેઠ મા.જે.પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્ય દ્વારા અમદૃાવાદૃ મહાનગરના વિદ્યાર્થીઓ તેમજ સાહિત્યપ્રેમી કલારસિકોને ઉપયોગી થવાના હેતુ રાખવામાં આવ્યું હતું.

શેઠ મા. જે. પુસ્તકાલયમાં ૧૫૦ બેઠક ક્ષમતા ધરાવતું વાતાનુકૂલિત ઓડિટોરીયમ આવેલ છે. તેમાં વર્ષ દરમ્યાન શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સદૃર ઓડિટોરીયમમાં પ્રવર્તમાન સાઉન્ડ સીસ્ટમ આઉટડેટેડ થઈ ગયેલ હોવાથી નવીન ટેકનોલોજી આધારીત ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની એલ.ઈ.ડી. લાઈટ સીસ્ટમ, એલ.ઈ.ડી. સ્ક્રીન, આધુનિક સંસાધનો વસાવવાનું તેમજ મંચસ્થ મહાનુભાવો અને શ્રોતાગણ માટે આરામદૃાયક બેઠક વ્યવસ્થા સાથે ઓડિટોરીયમ સુવિધાસભર કરવાનું આયોજન.

શેઠ મા.જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી મહાત્મા ગાંધીજી અને સરદૃાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન,શેઠ મા. જે. પુસ્તકાલયએ જયપુરી સ્થાપત્ય ધરાવતું હેરિટેજ ભવન છે. પૂજય મહાત્મા ગાંધીજીના કરકમલોથી વર્ષ ૧૯૩૩માં પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જયારે વર્ષ ૧૯૩૮માં સરદૃાર વલ્લભભાઈ પટેલના વરદ્દહસ્તે જાહેર જનતાના લાભાર્થે ખૂલ્લું મૂકવામાં આવેલ છે. આ બન્ને વિરલ મહાનુભાવોની યાદૃમાં શેઠ મા. જે. પુસ્તકાલયના એન્ટ્રસમાં આવેલ ઘુમ્મટમાં ગ્લાસ મોજેકથી તેઓની પ્રતિકૃતિ ઉપસાવવાનું આયોજન.

પુસ્તકાલયમાં ત્રણ પાળીમાં અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવે છે. રીશેષના સમય દરમ્યાન કર્મચારીઓ સાથે બેસી ચા-નાસ્તો અથવા તો જમવાનું લઈ શકે તે માટે કેન્ટીનની અંદર પાયાની સુવિધાઓ સાથેની બેઠક વ્યવસ્થા હોવી જરૂરી છે. વધુમાં પુસ્તકાલયમાં વર્ષ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તે સમયે કાર્યક્રમમાં ભાગ લેનાર સ્ટેજ કલાકારોને તૈયાર થવા માટે જરૂરી ફર્નિચર સાથેના એક અલાયદા રૂમની વ્યવસ્થા હોવી જરૂરી છે, તેની પૂર્તતાના ભાગરૂપે શેઠ મા. જે. પુસ્તકાલયમાં કેન્ટીન તેમજ ગ્રીનરૂમ બનાવવાનું આયોજન. ગાંધીયુગના નવલકથાકારોમાં ગણનાપાત્ર અગ્રણી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર અને સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યએ ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ નવલકથાનું નવપ્રસ્થાન કર્યું છે. તેઓએ સર્જેલ ’દરિયાલાલ’એ દરિયાઈ નવલકથાનો આદૃર્શ બની રહી છે. નવોદિત સાહિત્યકારો તેમની સાહિત્યસર્જન યાત્રાથી પરિચિત થાય તેવા હેતુથી દરિયાઈ નવલકથાકાર ગુણવંતરાય આચાર્યની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ કરવાનું આયોજન.