
અમદાવાદમાં પતિએ પત્નીના પ્રેમી પર હુમલા કેસમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કિરણ પરમાર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અજય પઢીયાર નામના યુવક પર છરીથી હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ મિહિર સોલંકીની પત્ની અજય પઢીયાર નામના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી હતી. જે બાબતની જાણ મહિલાના પતિને થતા મહિલાનો પતિ મિહિર સોલંકી તેમજ તેના મિત્રો અજય પઢીયારના ઘરે પહોંચી જઈ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી મિહિર સોલંકી દ્વારા અદાવત રાખી અજય પઢિયાર પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી મિહિર સોલંકી સહિત ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ બાબતે ઈન્ચાર્જ એસીપી એ ડિવિઝન એચ.એમ.કણસાગરે જણાવ્યું હતું કે, હાલમાં જે કિરણ ધીરજલાલ પરમાર તેમને અટક કરવામાં આવ્યા છે. તેમજ બીજા ક્યાં આરોપીઓ છે તેમની પૂછપરછ હાલ ચાલુ છે. જેમાં ત્રણ વ્યક્તિઓ મિહિર બિપિનભાઈ સોલંકી તેમજ તેના પિતા બિપિનભાઈએ કહેલ કે આજે તું એનું પુરૂ કરીને જ આવજે. મિહિર જ્યારે મારતો હતો ત્યારે એવું બોલતા હતા. આમ તેની પત્નિ બીજા સાથે રહેતી હોઈ મન દુ:ખ રાખેલ. જેના કારણે આ બનાવ બનવા પામ્યો છે.