અમદાવાદ શહેરમાં એક ગંભીર ગુનાનો બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં ફાયરમેનની સગીર દીકરી સાથે દુષ્કર્મ થયાનો આરોપ છે. આ મામલે સોલા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી તોહેલ મલેકને ધરપકડ કરી છે.
માહિતી મુજબ, આરોપીએ સગીરાને ડરાવી-ધમકાવી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. તેણે સગીરાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જેના કારણે પીડિતાએ ડરના માહોલમાં રહી આ બધું સહન કરવું પડ્યું. આરોપીએ સગીરાને હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈ આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષ ફેલાયો છે.