આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ પીઆઈ રાજદીપિંસહ વનાર લાંચ લેતા ઝડપાયા

આણંદની એસીબીએ ગુરુવારે સાંજે આંકલાવ પોલીસ મથકમાં લાંચ માટે એક છટકું ગોઠવી ૪૦ હજાર ‚પિયાની લાંચ લેતા પીઆઈ રાજદીપિંસહ બી. વનારને રંગેહાથે ઝડપી પાડતાં પોલીસ બેડામાં હડકંપ જવા પામ્યો છે. એક કેમિકલ ફેક્ટરી પ્રદૃૂષણ છોડતી હતી અને નજીકમાં જ બાળકોની આંગણવાડી હતી જેના કારણે િંચતા વધી હતી ત્યારે લોકોએ આ કેમિકલ ફેક્ટરી અંગે પીઆઈ રાજદીપિંસહ વનારને ફરિયાદ કરતા ઉલ્ટું તેમણે તે કંપનીના માલિક પાસે આ મામલાની પતાવટ માટે એસીની માંગણી હતી, એસી આપવાની ના પાડતા તેમણે ૪૦૦૦૦ ‚પિયા રોકડા માંગ્યા હતા. જો કે કંપનીના માલિકે એસીબી કચેરીમાં જાણ કરતા પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને આ લાંચિયા પીઆઈને એસીબીએ પકડ્યા હતા.

આણંદૃના આંકલાવ તાલુકાના ખડોલ ગામના રાજનગરમાં આવેલી જે. જે. કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા કેમીકલયુક્ત ધુમાડા અને પ્રદૃૂષણના કારણે આસપાસના ખેતીના પાકોને નુકશાન થતું હતું અને ભૂગર્ભ જળ પણ પ્રદૃૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. િંચતાની વાત એ હતી કે આ ફેક્ટરીની નજીક આંગણવાડી હોવાને કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યા ઉભી થઈ રહી હતી.

થોડા સમય પૂર્વે ફેક્ટરીમાં આવેલી ઓઈલ ટેક્ધ લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જેને લઈને ગ્રામજનો ભેગા થયા હતા અને ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. કેટલીક સંસ્થાઓએ પણ ગામની મુલાકાત લઈને આ ફેક્ટરી બંધ થાય તે માટેની રજૂઆતોનો દૃોર હાથ ધર્યો હતો. સમગ્ર મામલો પ્રદૃુષણ નિયંત્રણ બોર્ડી સાથે સંકળાયેલો હોવા છતાં પણ આંકલાવના પીઆઈ રાજદિપિંસહ ભગવતિંસહ વનાર દ્વારા ફેક્ટરીના સંચાલકને પોલીસ મથકે બોલાવીને ધમકાવી ફેક્ટરી પ્રદૃૂષણ ફેલાવે છે તેમ કહીને ફેક્ટરી બંધ કરાવી દૃેવાની ધમકી આપીને દૃોઢ ટન એસીની માંગણી કરી હતી. જો કે ફરિયાદૃીએ આપવાની ના પાડતા ‚. ૪૦૦૦૦ રોકડા લાંચ આપી દૃેવાની માંગણી કરી હતી

ફેક્ટરીના માલિકે આણંદ એસીબી કચેરીમાં લાંચની ફરિયાદ નોંધાવતા એસીબી પી.આઈ આર એન વિરાણીએ ગુરુવારે સાંજના સુમારે આંકલાવ પોલીસ મથકમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં પીઆઇ રાજદૃીપિંસહ વનાર ૪૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમને જોતા જ રાજદૃીપિંસહ વનારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એસીબીની ટીમ સાથે ઝપાઝપી કરી હતી પરંતુ એસીબીની ટીમે પી.આઈ નો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

એસીબી પોલીસે લાંચ લેતા ઝડપાયેલા પીઆઇ રાજદિપિંસહ વનારની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસને સોંપવામાં આવતા એસીબી ની ટીમ આણંદ ખાતે દૃોડી આવી હતી અને ત્યારબાદ ટીમે આંકલાવ ખાતે રાજદીપિંસહ વનારના નિવાસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રિના ૧૧ વાગ્યા બાદ એસીબી પોલીસે પીઆઇ રાજદિપિંસહના નિવાસ્થાને ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી.