ગોધરા બહારપુરા નિ:શુલ્ક કોચિંગના શિક્ષક દ્વારા રંગોળી પ્રદર્શન કરાયું

ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ અનાથ બાળકોને મુસ્લિમ સમાજનો શિક્ષક ઈમરાનભાઈ નિ:શુલ્ક શિક્ષણ કોચિંગ આપી રહ્યા છે. આ સંસ્થાનાં સંચાલક લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડો.સુજાત વલીના નેજા હેઠળ ચાલે છે.સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામાં વિવિધ થીમ પર આધારિત વિવિધ સંદેશ સાથે જેવી બેટી બચાવો, પાણી બચાવો, આવો પર્યાવરણને ગળે લગાવો, બેટી પઢાવો, માંની મમતા સાથે દીકરી, હેપ્પી દિવાળી, વૃક્ષો વાવો, વગેરે જેવી વિવિધ પ્રકારની થીમ પર આધારિત ગુજરાત ભરના લોકોને એક સંદેશ આવા ગરીબ અને મધ્યમ વર્ગના અને અનાથ બાળકોએ સંદેશ આપ્યો છે. વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે અને તેમની અંતરની શક્તિઓ, કૌશલ્ય, કળા અને કલાને બહાર લાવે તેથી એક અનોખી રીતે વિવિધ સંદેશ સાથે રંગોળી પ્રદર્શન કર્યું હતું. જેમાં 160 ઉપરાંત બાળકોમાથી 30 દિકરીઓએ વિવિધ સંદેશ સાથે રંગોળી તૈયાર કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ દિકરીઓએ બનાવેલ વિવિધ પ્રકારના સંદેશ સાથે રંગોળીને જોવા થનગની રહેલા 600થી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકો હાજર રહી બાળકોએ વિવિધ પ્રકારના સંદેશ સાથેની પ્રદર્શન કરવામાં આવેલ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધેલ. વિધાર્થીઓને મત મુજબ વોટ કરવામાં આવ્યો હતો. તે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ તે દરમિયાન કુલ 5 ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી. એક ટીમ સાથે બે વિધાર્થીની હતી.આ પાંચેય ટીમને આકર્ષણ ગીફટ આપી અને તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પણ ગીફટ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સંચાલક ડો.સુજાત વલીએ તમામ બાળકોનું ગીફટ અને સર્ટિફિકેટ તેમના તરફથી આયોજિત કરવામાં આવ્યું હતું. તે બદલ નિ:શુલ્ક શિક્ષણદાન કરનાર શિક્ષક ઈમરાનભાઈને વાલીઓ, સમાજના અગ્રણીઓ અને વિધાર્થીઓએ ઈમરાનભાઈ અને ડો.સુજાત વલીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આવા સંજોગોમાં અડીખમ આવા ગરીબ અને મધ્યમ વર્ગના અનાથ બાળકોને પડખે રહેનાર એકમાત્ર આ બન્નેના શીરે જાય છે.