હાલોલમાં બેંક ઓફ બરોડાના કાર્યક્રમમાં ખેડુતોને ખેતીની લોન અને નાણાકીય સહાયની માહિતી આપી

પંચમહાલના હાલોલમાં આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં બેંક ઓફ બરોડાના સહયોગથી ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. તેમાં પ્રાકૃતિક ખેતી અને બેંકની વિવિધ લોન સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી. પંચમહાલના વિવિધ તાલુકા અને વડોદરા જીલ્લાના ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા હતા.

યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.કે. ટીંબડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે, જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતીનો ખર્ચ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા પ્રાકૃતિક ખેતી અપનાવવી જ‚રી છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેર્યા.

કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના ઝોનલ હેડ વિનય કુમાર રાઠી, હાલોલ શાખાના બ્રાન્ચ મેનેજર વિકાસ કુમાર, રીજનલ મેનેજર કૌશલ કિશોર પાંડે અને યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. જી. ડી. વાડોદરિયા હાજર રહ્યા હતા.

બેંકના અધિકારીઓએ ખેતી માટેની લોન યોજનાઓ, નાણાકીય સહાય, લોન મેળવવાની પ્રક્રિયા અને જ‚રી દસ્તાવેજો વિશે માહિતી આપી. ખેડૂતોને યોજનાઓનો લાભ લેવામાં મદદ મળે તે માટે અધિકારીઓએ તેમની સાથે વાતચીત કરી અને મૂંઝવણોના જવાબ આપ્યા.

કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું. તેમના પ્રયાસોને બિરદાવવાની સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરાયા.

બેંકની વિવિધ શાખાના મેનેજરો, અધિકારીઓ અને કર્મચારીઓ, યુનિવર્સિટીના સ્ટાફ તથા અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.